દિવસ છ ના પ્રવચનમાં ઉદ્ધરિત પાલી ફકરાઓ

સબ્બે સંખારા અનિચ્ચાતિ;
યદા પંયાય પસ્સતિ.
અથ નિબ્બિંદતિ દુખે --
એસ મગ્ગો વિસુદ્ધિયા.

--ધમ્મપદ, XX. 5(277).

“બધા જ સંસ્કારો અનિત્ય છે.”
જ્યારે કોઈ પણ વ્યક્તિ, આને પ્રજ્ઞાપૂર્વક જાણી લે છે.
ત્યારે તેને દુખ પ્રત્યે નિર્વેદ જાગે છે;
આ વિશુદ્ધિનો માર્ગ છે.


સબ્બ દાનં ધમ્મ દાનં જિનાતિ,
સબ્બ રસં ધમ્મ રસો જિનાતિ,
સબ્બ રતિં ધમ્મ રતિ જિનાતિ,

તણ્હક્ખયો સબ્બદુખં જિનાતિ.

--ધમ્મપદ, XXIV. 21(354).

ધર્મનું દાન બધા દાનને જીતી લે છે;
ધર્મનો રસ બધા રસને જીતી લે છે;
ધર્મનું સુખ બધા સુખોને જીતી લે છે;
તૃષ્ણાનો નાશ કરવો બધા દુખોને જીતી લે છે.